શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીનો દાવો: “આ વિદ્યાર્થી શક્તિની જીત”

અભિજીત દીપકનું નિવેદન – રાજીનામું પ્રથમ સફળતા, બાકી માંગણીઓના અમલ સુધી આંદોલન ચાલુ રહેશે

નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કોકરોચ જનતા પાર્ટીએ તેને પોતાના આંદોલનની મહત્વપૂર્ણ સફળતા ગણાવી છે. પક્ષના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું કે આ નિર્ણય હજારો વિદ્યાર્થીઓ અને યુવાનોના લાંબા સંઘર્ષનું પરિણામ છે.

અભિજીત દીપકે જણાવ્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું તેમની મુખ્ય માંગણીઓમાંથી એક હતી, પરંતુ સમગ્ર મુદ્દાનો ઉકેલ હજુ આવ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે પીડિત પરિવારોને યોગ્ય ન્યાય અને સહાય, આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસોની સમીક્ષા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી જેવી અન્ય માંગણીઓ હજુ પણ યથાવત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ બાકી રહેલી માંગણીઓનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન સમાપ્ત માનવામાં આવશે નહીં અને આગામી રણનીતિ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

બીજી તરફ, ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા અંગે જાહેર કરેલા નિવેદનમાં વિદ્યાર્થીઓના હિતોને સર્વોચ્ચ ગણાવતાં જણાવ્યું કે દેશના યુવાનોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે સુધારાની પ્રક્રિયા સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.

રાજીનામા બાદ હવે સરકાર બાકી રહેલી માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને સમગ્ર મુદ્દે આગળ શું વલણ અપનાવે છે તેના પર દેશભરના વિદ્યાર્થીઓ, રાજકીય વર્તુળો અને શિક્ષણજગતની નજર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail