સુરત: શહેર અને ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે. નદી બે કાંઠે વહેતી થતાં વી.આર. કમ કોઝવે 6.66 મીટરની સપાટીએ ઓવરફ્લો થયો છે.
ઓવરફ્લો થયેલા કોઝવે અને છલકાતી તાપી નદીના આકાશી દૃશ્યો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નદીમાં વધેલા પ્રવાહને ધ્યાનમાં રાખી તંત્રે સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખી જરૂરી તકેદારીના પગલાં લીધા છે.









