પાળીયાદ–સતાધાર નાઈટ બસ સેવાનો પ્રારંભ: જસદણ ડેપોની નવી સુવિધાથી મુસાફરોને મળશે રાહત

જસદણ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના જસદણ ડેપો દ્વારા પાળીયાદ–સતાધાર નાઈટ રૂટ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી બસ સેવાના શુભારંભ પ્રસંગે પાળીયાદ વિહળધામ ખાતે ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના હસ્તે બસનું તિલક અને પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂજ્ય ભયલુબાપુ સહિત અનેક આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધિ પૂર્ણ થયા બાદ બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

નવી નાઈટ બસ સેવા શરૂ થતાં પાળીયાદ, વિંછીયા અને જસદણ પંથકના મુસાફરોને સતાધાર સુધી સીધી અને સરળ પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે, જેના કારણે રાત્રિ દરમિયાન મુસાફરી વધુ અનુકૂળ બનશે.

જસદણ ડેપોના મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ મુસાફરોને આ નવી બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક લોકોને નોંધપાત્ર સુવિધા મળશે.

Leave a Comment

Traffic Tail