નાના વેપારીઓને મળશે રાહત: સરકાર 10 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર લાવવાની તૈયારીમાં

નવી દિલ્હી: નાના વેપારીઓ, ચા-નાસ્તાની દુકાનો, ઢાબા, કેફે, ફૂડ સ્ટોલ સંચાલકો તેમજ ભાડાના મકાનમાં રહેતા અને અન્ય શહેરોમાં કામ કરતા લોકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 10 કિલોના કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડર બજારમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે.

ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા રસોઈ ગેસના ઉપયોગને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે આ નવી પહેલ કરવામાં આવી રહી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ આ 10 કિલોના સિલિન્ડર ગેસ એજન્સીઓ ઉપરાંત પસંદગીની રિટેલ દુકાનો પર પણ કોમર્શિયલ દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નવા સિલિન્ડરનો સૌથી વધુ લાભ ચાની લારીઓ, ફૂડ સ્ટોલ, નાના હોટલ-ઢાબા ચલાવતા વેપારીઓ, સ્થળાંતરિત મજૂરો તેમજ ભાડાના મકાનમાં રહેતા લોકો માટે થશે. હાલ 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર ભારે અને મોટો હોવાથી તેનો ઉપયોગ દરેક માટે અનુકૂળ રહેતો નથી. આવી સ્થિતિમાં 10 કિલોનો સિલિન્ડર વધુ વ્યવહારુ વિકલ્પ બનશે.

સરકાર દ્વારા હાલ 10 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત જાહેર કરવામાં આવી નથી. મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની સત્તાવાર કિંમત અને ઉપલબ્ધતા અંગે જાહેરાત કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail