રાજ્યના 62 તાલુકામાં વરસાદ નોંધાયો, નવસારીમાં સૌથી વધુ 3.70 ઇંચ મેઘમહેર

ગાંધીનગર: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેતા આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 62 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

સરકારી આંકડા મુજબ નવસારી જિલ્લામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 3.11 ઇંચ અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યના અન્ય અનેક તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

Leave a Comment

Traffic Tail