GSRTCનો મોટો નિર્ણય: ડ્યુટી દરમિયાન મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ

Gujarat State Road Transport Corporation દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • હવે બસની ડ્યુટી દરમિયાન ડ્રાઇવર અને કંડક્ટર મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહીં.
  • બસ ચલાવતી વખતે ફોન પર વાતચીત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
  • વીડિયો, ફોટોગ્રાફી અને રીલ્સ બનાવવાની પણ મનાઈ કરવામાં આવી છે.
  • સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરવું નિયમ વિરુદ્ધ ગણાશે.
  • રાજ્યના તમામ GSRTC ડેપોને આ અંગેનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
  • નિયમનો ભંગ કરનાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
  • ગંભીર કિસ્સાઓમાં સસ્પેન્શન સહિતના પગલાં ભરવામાં આવી શકે છે.

નિગમે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સલામતી માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે અને નિયમોના પાલનમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

Leave a Comment

Traffic Tail