સાસણ ગીરમાં 4 મહિના માટે જંગલ સફારી બંધ

Gir National Park ખાતે આજ સાંજથી આગામી 4 મહિના માટે જંગલ સફારી અને “સિંહ દર્શન” બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે જંગલ સફારી ઉપલબ્ધ રહેશે નહીં.
  • વન વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • આ સમયગાળો સિંહોના સમાગમ (Breeding Season) માટે મહત્વનો ગણાય છે.
  • દર વર્ષે સિંહોના સંરક્ષણ અને કુદરતી પ્રજનન પ્રક્રિયાને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે આ સમય દરમિયાન “સિંહ દર્શન” અને સફારી સેવાઓ બંધ રાખવામાં આવે છે.

વન્યજીવ સંરક્ષણના હેતુથી લેવાતા આ નિર્ણયને કારણે પ્રવાસીઓએ પોતાની મુલાકાતનું આયોજન 15 ઓક્ટોબર પછી કરવું પડશે.

Leave a Comment

Traffic Tail