સરહદી ગામ ધોરડો બન્યું ઉર્જા ક્ષેત્રે મોડેલ, આત્મનિર્ભરતાનું ઉદાહરણ

Dhordo ગામે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી આત્મનિર્ભર ગામ તરીકે ઓળખ ઉભી કરી છે.

મળતી માહિતી મુજબ, ગામના 85 ઘરો તેમજ સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલના કારણે ગામમાં વીજળીનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધી રહ્યું છે.

સોલાર પ્રોજેક્ટથી દર વર્ષે અંદાજે 3 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. પરિણામે ગ્રામજનોના વીજ બિલ લગભગ શૂન્ય (Zero Bill) થઈ ગયા છે અને ગામને દર વર્ષે અંદાજે રૂ. 14 લાખનો સીધો આર્થિક લાભ મળી રહ્યો છે.

આ પ્રોજેક્ટ માત્ર વીજળી બચાવવાનો જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે. ધોરડો ગામની આ પહેલ અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

સૌર ઊર્જાના અસરકારક ઉપયોગથી ગામે ઉર્જા આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે “ગ્રીન એનર્જી” અને ટકાઉ વિકાસના લક્ષ્યોને આગળ ધપાવે છે.

Leave a Comment

Traffic Tail