વડોદરામાં CID ક્રાઇમનો મોટો સપાટો, ₹86.69 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodaraમાં CID ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જેતલપુર વિસ્તારમાં દિનેશ મિલ નજીક આવેલા વાત્સલ્ય ફ્લેટમાં દરોડો પાડી પોલીસે ₹86.69 લાખથી વધુ કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન નોંધપાત્ર માત્રામાં માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો.

CID Crime Gujaratની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ સમગ્ર કેસની આગળની કાર્યવાહી માટે મામલો Akota Police Stationને સોંપવામાં આવ્યો છે.

પોલીસ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો સપ્લાય નેટવર્ક શું હતું અને અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

આ કાર્યવાહી રાજ્યમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail