G. S. Malikના અધ્યક્ષસ્થાને રાજ્યની કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
બેઠક દરમિયાન રાજ્યમાં ડિજિટલ સુરક્ષા નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે ખાનગી CCTV કેમેરાઓને પોલીસની સર્વેલન્સ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પગલાથી ગુનાઓની રોકથામ અને તપાસમાં વધુ અસરકારકતા લાવવાનો ઉદ્દેશ્ય છે.
ડીજીપીએ ‘મિશન બેટર પોલિસિંગ’ હેઠળ ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓને પ્રોત્સાહન આપવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત, જાહેર સહભાગિતા દ્વારા વધુમાં વધુ CCTV કેમેરા નેટવર્ક વિકસાવવા અને પબ્લિક-પ્રાઇવેટ CCTV ઇન્ટિગ્રેશનને વેગ આપવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં ‘મિશન બેટર પોલિસિંગ’ અંતર્ગત રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરી અને પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પહેલ દ્વારા રાજ્યમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.









