કચ્છ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશ ભટ્ટનું અવસાન

Rajesh Bhatt નું શુક્રવારે સવારે અમદાવાદમાં હાર્ટ એટેક આવવાથી નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

તેઓ Kutch Chamber of Commerce and Industries ના પ્રમુખ તરીકે કાર્યરત હતા અને કચ્છના ઉદ્યોગ તથા વેપાર ક્ષેત્રના પ્રશ્નોને લઈને હંમેશા સક્રિય ભૂમિકા ભજવતા હતા.

તેમના નિધનથી કચ્છના ઉદ્યોગ અને વેપાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ઉદ્યોગકારો અને વેપારીઓએ તેને કચ્છના વેપાર અને ઔદ્યોગિક વિકાસ માટેની મોટી ખોટ ગણાવી છે.

રાજેશ ભટ્ટ કચ્છના ઉદ્યોગોના પ્રશ્નો સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા અને ઉદ્યોગ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

Leave a Comment

Traffic Tail