Bihar સરકાર દ્વારા સરકારી શિક્ષકોને લઈને નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ હવે સરકારી શિક્ષકો ટ્યૂશન ક્લાસિસ અથવા પ્રાઇવેટ કોચિંગ ચલાવી શકશે નહીં.
સરકારના આ નિર્ણયનો હેતુ શિક્ષકોનું સંપૂર્ણ ધ્યાન શાળાના શિક્ષણ કાર્ય પર કેન્દ્રિત રાખવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. નિયમનું ઉલ્લંઘન કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઈ સરકારી શિક્ષક ટ્યૂશન ક્લાસ અથવા પ્રાઇવેટ કોચિંગ કરતો પકડાશે, તો તેની સામે શિસ્તભંગની કાર્યવાહી સાથે સસ્પેન્શન સહિતના પગલાં લેવામાં આવી શકે છે.
સરકારના આ નિર્ણય બાદ શિક્ષણ ક્ષેત્રે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે અને તેના અમલીકરણ પર સૌની નજર છે.









