“ખાડો ખોદે તે પડે!” રાજકોટ કોર્પોરેશનના ખોદેલા ખાડામાં જ ફસાયું કોર્પોરેશનનું વાહન

રાજકોટ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે એક રસપ્રદ અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના અમીન માર્ગ કોર્નર પાસે કોર્પોરેશનનું જ એક વાહન કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ જતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મળતી માહિતી મુજબ, ડ્રેનેજ સફાઈની કામગીરી માટે જઈ રહેલો કોર્પોરેશનનો ટ્રક અમીન માર્ગ વિસ્તારમાં રસ્તા પર આવેલા ખાડામાં ફસાઈ ગયો હતો. ટ્રક ખાડામાં ફસાઈ જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

સ્થાનિકોમાં એવી ચર્ચા ઉઠી હતી કે, શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થયાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હકીકતમાં રસ્તાઓની સ્થિતિ હજુ પણ પ્રશ્નો ઊભા કરી રહી છે. કોર્પોરેશનનું પોતાનું વાહન જ ખાડામાં ફસાઈ જતાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઉભા થયા છે.

ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં “ખાડો ખોદે તે પડે” કહેવતને લોકો યાદ કરી રહ્યા છે. સ્થાનિકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા અને જોખમી ખાડાઓ તાત્કાલિક પુરવાની માંગ કરી છે.

કોર્પોરેશનનું વાહન ખાડામાં ફસાઈ જતાં આખી ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે અને શહેરમાં ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા અંગે પણ સવાલો ઊભા થયા છે.

Leave a Comment

Traffic Tail