Want Strong Fight Against BJP, Not Post

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસ અને ભાજપ સામેની રાજકીય લડત અંગે મોટું નિવેદન આપ્યું છે. વાઘેલાએ જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી ને સ્પષ્ટ સંદેશ મોકલાવ્યો છે કે ભાજપ સામે અસરકારક લડત માટે કોંગ્રેસે સંગઠન અને વ્યૂહરચનામાં મોટો બદલાવ

.

ભાજપને હટાવવી હોય તો મારી ડિઝાઈન પ્રમાણે કામ કરો વાઘેલાએ કહ્યું કે, “મેં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે કે, જો ખરેખર ભાજપને હટાવવામાં રસ હોય તો પાર્ટી મારી ડિઝાઇન પ્રમાણે તૈયાર હોવી જોઈએ. મને કોઈ પદ કે ટિકિટ નથી જોઇતી, મુખ્યમંત્રી પણ નથી બનવું.”

આજે જ મેદાનમાં ઉતરીને કામ કરવું પડે તેમણે કોંગ્રેસની હાલની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “ભાજપ જેવી મજબૂત પાર્ટી સામે છેલ્લી ઘડીએ ઉમેદવારો નક્કી કરીને લડાઈ જીતી શકાતી નથી. આજે જ મેદાનમાં ઉતરીને કામ કરવું પડે.”

વાઘેલાએ વધુમાં જણાવ્યું કે સમાજમાં પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય ચહેરાઓને આગળ લાવવાની જરૂર છે. “જે વ્યક્તિની સમાજમાં આબરૂ અને ઇજ્જત હોય, લોકો તેની વાત માને છે અને તેની પાછળ ઊભા રહે છે,” એમ તેમણે કહ્યું.

Source link

Leave a Comment

Traffic Tail